કચ્છ રાજ્યના મહારાઓ ખેંગરજી ભત્રીજા દ્વારા સ્થાપિત કલા શાળાના ભાગ રૂપે શરૂઆતમાં કચ્છ સંગ્રહાલયની રચના કરવામાં આવી હતી. તેની સ્થાપના ૧ જુલાઈ ૧૮૭૭ ના દિવસે કરવામાં આવી હતી. [૧] [૨] [૩] [૪] [૫] આ સંંગ્રહાલય અગાઉ ફર્ગ્યુસન મ્યુઝિયમ તરીકે જાણીતું હતું.
૧૯ ફેબ્રુઆરી ૧૮૮૪ ના દિવસે મહારાઓ ખેંગારજી ભત્રીજાના લગ્ન સમયે ઘણી નવી વસ્તુઓ ભેટ મળી હતી અને તેના પ્રદર્શન માટે નવી ઈમારતની જરૂરિયાત હતી. આ માટે, ૧૪ નવેમ્બર ૧૮૮૪ ના રોજ, બોમ્બે પ્રેસીડેન્સીના રાજ્યપાલ સર જેમ્સ ફર્ગ્યુસન દ્વારા હાલના સંગ્રહાલયના મકાનનો શિલાન્યાસ થયો અને કચ્છના મહારાઓ દ્વારા તેમના નામ પર સંગ્રહાલયનું નામ ફર્ગ્યુસન મ્યુઝિયમ રાખ્યું હતું. બે માળવાળી આ ઈમારતની કિંમત તે સમયે. રૂ. ૩૨૦૦૦ થઈ હતી. ઈટાલિયન ગોથિક શૈલીમાં બનાવવામાં આવેલું આ સંગ્રહાલય નઝર બાગ બગીચાની સામે જ હમીરસર તળાવના કાંઠે મનોહર વિસ્તારમાં આવેલું છે.[૧] આ ઈમારત રાજ્યના ઇજનેર - મેક લેલેન્ડ [૪] દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી અને રાજ્યના ગઢેર - જયરામ રૂડા ગજધરની દેખરેખ હેઠળ કચ્છના મિસ્ત્રીઓ તરીકે ઓળખાતા સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવી હતી. [૬] [૭] ૧૯૪૮ સુધી આ સંગ્રહાલય કચ્છના મહારાવના સંરક્ષણમાં રહ્યું, આ સંગ્રહાલય તેઓ ફક્ત પોતાના અંગત મહેમાનોને જ બતાવતાં. તે દિવસોમાં ફક્ત મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગોએ જ લોકો માટે આ સંગ્રહાલય ખોલવામાં આવતું હતું.